ભાભરનગર વિસ્તાર ના શાંતિ પ્રિય નાગરિકો તેમનો નિર્વાહ અને શાંતિમય જીવન જીવવા અનેક સમસ્યાઓ મૂંગા મોએ સહન કરી રહ્યાં છે.
ત્યારે જવાબદાર તંત્ર તેમની શંકાસ્પદ કામગીરી ને લઈ આમ જનતા સતત ભોગ બની રહી છે.
ભાભરના લુદરીયાવાસમાં કેટલાક શખ્સો પૈસાથી હાર જીતનો જુગાર ખુલ્લામાં રમી રહ્યા હતા. ત્યારે જુગાર રમતા સ્થળની બાજુના ઘરનાઓએ જુગાર રમવાની ના પાડતા જુગારીયા પૈકીના કેટલાક ઇસમો એક ટોળકી બનીને રહેણાક ઘરના પરિવાર ઉપર લાકડી ધોકા ધાર્રીયાં વડે જીવલેણ હુમલો કરી ઘાયલ કર્યા હતા.
ભોગ બનનાર ગંભીર રીતે ઘાયલ થતાં ભાભર પ્રાથમિક સારવાર લઈ ધારપુર હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ બાબતે
ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશન એ નોંધાવવામાં આવી છે
જે બાબતે ભાભર પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી કરેલ છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
