સરકારની નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો છે ભાડિયા ગામના જ્યાં મહિલાઓ પીવાના માટે વલખા મારી રહી છે..
છેલ્લા ત્રણ વર્ષથી ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ યથાવત…
લોકો 800 રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબુર બન્યા..
ગ્રામ પંચાયતમાં લોકો પાણી વેરો ભરે છે. ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર મનમાની કૅમ ચલાવી રહ્યું છે પાણી વેરો લઈને લોકોને પાણી ન પહોંચાડતા તંત્ર સામે ગ્રામ પંચાયત સામે લોકોનો આક્રોશ…
રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ ઉભી થઈ છે. ગામમાં પંચાયતનાં સતાધિશો નાં ઘરે અને એ વિસ્તારમાં પાણી આવે છે જયારે અતિ ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ વર્ષોથી કરે છે જેમને દરેક પ્રકારના વેરા આપવા છતાં પીવાના પાણીથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે..
અગાઉ પણ ભાડિયા ગામના લોકોએ પાણીના મામલે મામલતદાર સહીત પંચાયતમાં રજુઆત કર્યા બાદ પણ તંત્ર પાણી પહોંચાડવા ઠાગાઠયા કરતુ જોવા મળ્યું છે..
છેલ્લા 2 વર્ષ થી વધુના સમયથી લોકો પીવાનું પાણી વેચાતું લાવી રહ્યા છે.. ત્યારે ભર ઉનાળે ગ્રામજનો ને પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન બન્યા છે..
ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નહીં મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. આ વર્ગની એવી રજુઆત છે કે ગામના સરપંચને અનેકવાર રજુઆત કરી હોવા છતાં સરપંચ સાંભળતા નથી ઘણા લોકોને રેશન કાર્ડમાં અનાજ પણ મળતું નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે..
સરકારી મકાનો પાસ થયાં તોય 5-5 મકાનોના હપ્તા 2017ના હજુ અટવાઈને પડ્યા છે આવા અનેક પ્રશ્નો વચ્ચે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરને રજુઆત કરતા જયાબેન ઠાકોર ગામની રૂબરૂ મુલાકાત લઇ એમના પ્રશ્નો સાંભળ્યા બાદ જો સ્થાનિક તંત્ર દ્વારા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાટણ કલેકટર કચેરી સુધી રજુઆત કરવાની ચીમકી ઉચારી છે.
વાઘાભાઈ બજાણીયા, ભાડિયા
સૂર્યાબેન,ભાડિયા ગામ સ્થાનિક
જયાબેન ઠાકોર,રાધનપુર
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
