ગુજરાતનું વારાહીનુ પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટ યાર્ડ
ભારત સરકારશ્રીના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદુષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંધ ના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી વારાહી માર્કેટ યાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડ થી બજારમાં નીકળી હતી જેમાં એક પેડ મા કે નામ ને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે માર્કેટ યાર્ડ દ્વારા કાપડની બેગ નું વિતરણ કરવામાં આવ્યું પ્લાસ્ટિક બેગ નો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી આ પ્રસંગે વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અરજણભાઈ આહીર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી ઓ બનાસ બેંક સાંતલપુર તાલુકાના સીનીયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીઓના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન અને મેનેજર હાજર રહ્યા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
