“ઓપરેશન સિંદૂર” બાદ સરહદી જિલ્લા કચ્છની જનતાને રૂ.૫૩ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા ભુજ પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઇ બેરા, પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, સર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી કેશુભાઇ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, સુશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઇ છાંગા, શ્રી અનિરુધ્ધભાઇ દવે, રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ જોષી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
