ખેતરમાં વીજળીના પોલમાં સૉર્ટસર્કિટ થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ઘાસચારાના પુળામાં આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી.મળતી માહિતી મુજબ મહેમદાવાદ ગામે અમરતભાઈ રાજગોરના ખેતર માં ખેડૂતે ભેગા કરેલ તૈયાર પૂળામાં આગ લાગી હતી.
જે આગ લાગવાનું કારણ ખેતરમાં વીજળીના પોલમાં સૉર્ટસર્કિટ થતાં આગ લાગી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ત્યારે જગતના તાતની મહેનત બળીને ખાખ થતાં ખેડુત ઉપર આફત ના વાદળ ઘેરાયા હતા અને નુકશાન થતા ખેડુત ની મહેનત પર પાણી ફેરવાય જતા ખેડુત પરેશાન જોવા મળ્યા હતા.રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે ખેડૂતના ખેતર માં લાગેલી આગની ઘટનામાં અંદાજિત 500 જેટલાં ઘાસચારો બળી ને ખાખ થયો હતો.
અમરતભાઈ રાજગોરે જણાવ્યું હતું કે ખેતરમાં વીજળીના પોલમાં સૉર્ટસર્કિટ થતાં આ આગ લાગી છે.ત્યારે અમારી મહેનત પર પાણી ફેરવાયું છે અને જાણે અમારી મહેનત બળીને ખાખ થઈ હોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતના ખેતરમાં આગ લાગતા ઘાસચારાના પુળા સળગી જતાં ખેડૂતને ભારે નુકસાન થયું હોય ખેડૂતે જણાવ્યું હતું કે વીજ વિભાગે તકેદારી રાખવી જોઈએ જો geb કર્મીઓ ધ્યાન આપી સત્વરે સમારકામ કરે તો આ પરિસ્થિતિ ના સર્જાય હાલ જે મારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તે અન્ય ખેડુત સાથે બનાવ ન બને તેના ભાગરૂપે તંત્ર ઍ બેદરકારી દાખવ્યા વિના કામગીરી કરવી જોઈએ જેથી આવી ઘટના ન ઘટે અને હાલ ચોમાસા પહેલા આવા વીજપોલ અને વીજ તાર નુ જરૂર જણાય ત્યાં સમારકામ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
