રાધનપુર શહેરના મહેસાણા હાઇવે ઉપર લારી ગલ્લા ઊભા રાખી માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકોને દબાણ હટાવવાના બહાના તળે નગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા રોજ-બરોજ પરેશાન કરવામાં આવી રહ્યા છે.ત્યારે પોતાની રોજગારી છીનવાઈ જતા લારી ગલ્લા વાળાએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માગ સાથે નાયબ કલેક્ટર અને નગર પાલિકા કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું.
રાધનપુર હાઇવે ઉપર લારી ગલ્લા ઊભા રાખીને વેપાર ધંધો કરતા ગરીબ લોકોને છેલ્લા કેટલાક સમયથી પોલીસ અધિકારી તેમજ નગર પાલિકા દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવા આવે છે જેને કારણે લારી ગલ્લા વાળાને વેપાર ધન પડી ભાંગતા પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે. જેને કારણે નગર પાલિકા દ્વારા લારી ગલ્લા વાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા હેકર્સ ઝોન સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી ગલ્લા વાળાને પરિવારનું ગુજરાન ચલાવવા જે તે જગ્યાએ વેપાર ધંધો કરવા દેવો અને જો હવે લારી ગલ્લા વાળાને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો તમામ લારી ગલ્લા વાળા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ધમકી આવેદન પત્ર માં ઉચ્ચારવામાં આવી હતી.
નગર પાલિકા ની જગ્યાનું ગેરકાયદે ભાડું લેવાય છે...
રાધનપુર હાઇવે થી પટણી દરવાજા સુધી રોડની બન્ને બાજુ નગર પાલિકાની જગ્યામાં કેબીનો તેમજ લારી ગલ્લા મૂકવામાં આવેલા છે. જેને લઈને એસટી બસને બસ સ્ટેશનમાં લઇ જવામાં બસ ચાલકને પરસેવો વળી જાય છે.જ્યારે પાલિકાની જગ્યામાં.મૂકવામાં આવેલ લારી ગલ્લા અને કેબિનોનું ભાડું જેતે કેબીનો વાળા તેમજ લારી ગલ્લા વાળા ઉઘરાવે છે.રોડની બન્ને બાજુ ગેરકાયદેસર દબાણોને કારણે ગામમાં રોજે રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારણ લાવવા પણ પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
