July 30, 2025 4:37 pm

Patan | તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર ખાતે ૨૮ મે “વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

૧૯ વર્ષની કિશોરીના વજન ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ કરાઇ: સેનેટરી પેડનું વિતરણ કરાયું

તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર ખાતે ૨૮ મે “વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત રંગોળી, જન જાગૃતિ રેલી, અને એડોલેશન ગર્લનો વર્કશોપ, ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીઓના વજન, ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ જેવી વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી.

રાજ્ય કક્ષાએથી આવેલ RKSK ના નોડલ ઓફિસરશ્રી દ્વારા ઉપસ્થિત ૧૨ થી ૧૯ વર્ષ સુધીની કિશોરીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન સેનેટરી પેડ અથવા મેનસ્ટુઅલ કપનો ઉપયોગ દર ચારથી છ કલાકે પેડ બદલવા,જનન અંગોને સ્વચ્છ રાખવા, જનન અંગોને સાફ કરવા ગરમ પાણીનો ઉપયોગ કરવો, સુગંધિત મેનસ્ટુઅલ પોડકટનો વપરાશ ટાળવો, તણાવ ટાળવો, પુરતો આરામ કરવો અને વધુ પડતું પાણી લેવું, સેનેટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો, સ્વચ્છ અને શક્ય હોય ત્યાં સુધી કોટનના જ આંતરિક વસ્ત્રો પહેરવા અને નિયમિત બદલવા, માસિક સ્ત્રાવ દરમ્યાન શારીરિક સ્વચ્છતા જાળવવા પર ખાસ ધ્યાન આપવું, માસિક સ્ત્રાવ વિષે જન જાગૃતિ ફેલાવવી અને અન્ય સ્ત્રીઓને પણ જાગૃત કરવી, માસિક સ્ત્રાવ દરમિયાન કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સમ્પર્ક કરવો જેવી બાબતો પર વિશેષ સમજ આપવામાં આવી હતી. તેમજ ૬૦ જેટલી ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીના વજન, ઉંચાઈ,અને હિમોગ્લોબીનની તપાસ કરી કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નોડલ ઓફિસરશ્રી (RKSK) ડૉ.રેખા નાયક, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ .રાહુલ તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર અને બહોળા પ્રમાણમાં આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें