June 6, 2025 11:15 pm

Radhanpur | રાધનપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સૌ.બી. પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી/જુગાર લગતની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના કરેલ હોઇ જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી, આર.જી.ઉનાગર, એલ.સી.બી.પાટણના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે સુલતાનપુરા ગામની સીમમાં ઢાંઢ તરીકે ઓળખાતા ખેતરમાં રેઇડ કરતા પોતાના અંગત ફાયદા સારૂ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા કુલ રોકડ રકમ રૂ.૪૪,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે નીચે જણાવેલ છ (૬) ઇસમોને પકડી પાડેલ હોઈ તેમજ બે ઇસમો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોઇ તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ રાધનપુર પો.સ્ટે. ગુનો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) દશરથભાઈ નરસંગભાઇ ઠાકોર રહે.સુલતાનપુરા ગામની સીમ તા.રાધનપુર જી.પાટણ મૂળ રહે.બંધવડ તા.રાધનપુર જી.પાટણ

(૨) દિનેશજી શંકરજી ઠાકોર રહે.માનપુરા ભાભર તા.ભાભર જી.બનાસકાંઠા

(૩) હરજીજી તેજાજી ઠાકોર રહે.સનેસડા તા.ભાભર જી.બનાસકાંઠા

(૪) મહેશજી ઇશ્વરજી વાઘેલા(ઠાકોર) રહે.સનેસડા તા.ભાભર જી.બનાસકાંઠા

(૫) ગોવિંદભાઇ વેલાભાઇ ઠાકોર રહે.બંધવડ તા.રાધનપુર જી.પાટણ

(૬) મુકેશકુમાર નાથાલાલ રાવલ(બ્રાહમણ) રહે. મોટીપીંપળી તા. રાધનપુર જી.પાટણ

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) ઠાકોર રણછોડજી ભગાજી

(૨) રબારી રાયમલભાઈ વાલાભાઈ રહે. બન્ને બંધવડ તા.રાધનપુર જી.પાટણ

કબજે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/-

(૩) કુલ રોકડ રકમ રૂ.૪૪,૦૦૦/- મળી

એમ કુલ મુદ્દામાલ કિં.રૂ.૫૯,૦૦૦/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें