પાટણની પ્રજાએ તેમને સ્વમાનભેર સન્માન કર્યું હતું. સન્માન બાદ તેમણે સ્પીચ આપી તેમાં પાટણનો વિકાસ કેમ નથી થયો તેના દસેક કારણો તેમની પાસે હતા પરંતુ તેમણે સીધો ટાર્ગેટ પોલીસ તંત્રને કર્યો અને જાહેર મંચ પરથી એવું બોલ્યા કે પાટણમાં આજુબાજુના વિસ્તારમાંથી ટેમ્પો કે ગાડી લઈને કોઈ એટલા માટે નથી આવતું કારણ કે પાટણ પોલીસ ગાડીઓ વાળા પાસે
રૂપિયા 500 થી એક હજાર નો દંડ રૂપી લાંચનો વ્યવહાર માગે છે આવું બોલવા પાછળ તેમનો ઉદ્દેશ શું છે તે કદાચ તેમને પણ હવે ખ્યાલ આવ્યો હશે કે મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીમાં આવું સ્ટેટમેન્ટ કેમ આપ્યું હશે
છેલ્લા ત્રણ દસકા થી ગુજરાતમાં પોતાની ભારતીય જનતા પાર્ટીની એકધારી સરકાર છે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની નાબુદીના વચન આપી રાજ કરે છે એટલે હવે તેમને આવું સ્ટેટમેન્ટ કેમ આપવું પડ્યું કે પાટણને પોલીસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ચાલે છે
પાટણ નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે કરોડોની વિકાસની ગ્રાન્ટ પાલિકાને મળે છે છતાં પાટણ આજે કેમ કેવું છે તે અંગે જાહેરમાં બોલ્યા હોત તો સાચી રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન થાત
પાટણ લોકસભાની બેઠક છેલ્લી પાંચ ટર્મથી ભાજપ પાસે છે જિલ્લામાં સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરી ને જાહેરમાં મૂલ્યાંકન કર્યું હોત તો પક્ષની ઈમેજમાં ચાર ચાંદ લાગે
પાટણ જિલ્લાના વિકાસ માટે એવો નિષ્કર્સ નીકળે કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી સત્તા હોવી જોઈએ તો સંપૂર્ણ સત્તા પ્રજાએ આપી જ છે હાલ પાટણ જિલ્લાની ચાર વિધાનસભાની બેઠકમાંથી સિદ્ધપુર અને રાધનપુર ભાજપ પાસે છે તેમણે પૂર્વ પ્રદેશ મંત્રી તરીકે ધ્યાન પર લીધું હોત કે રાધનપુર વિધાનસભામાં અસંખ્ય ત્રુટીઓ છે ત્યાં શિક્ષણ આરોગ્ય રોજગારી ખેતી આજે પણ વિકાસથી વંચિત છે સિદ્ધપુરમાં તો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ આ વિસ્તારના છે એટલે તેઓ સિદ્ધપુરને આગળ લાવવા પ્રયાસ કરે જ છે પાટણ વિધાનસભા કોંગ્રેસ પાસે છે એટલે કે સી પટેલને વસવસો સાથે કહેવું પડ્યું કે પાટણ વિકાસથી વંચિત છે માનનીય કેસી પટેલ તમે એ તો નથી જણાવતા કે પાટણનો વિકાસની કઈ વ્યાખ્યામાં મૂકો છો ગૃહ મંત્રી અમિત શાહના તમે રાઈટ હેન્ડ છો તો પાટણને જ સરકારી ક્ષેત્રમાં એક જિલ્લા કક્ષાની સહકારી બેંક જિલ્લા કક્ષાની ડેરી આટલા વર્ષોમાં લાવી શક્યા નથી જીઆઇડીસી ક્યાં છે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ હેઠળ 14 વર્ષમાં એક પણ એમઓ યુ પાટણ જિલ્લાને મળ્યા છે ખરા? હા તમે છેલ્લે ચિંતા વ્યક્ત કરી કે આપણે બધા કલેક્ટર એસપી વહીવટી તંત્રને મળીએ અને પાટણના પ્રગતિ થાય તેવી ચર્ચા કરીએ બીજી બાજુ સંગઠનને પણ સૂચના આપવી જરૂરી છે કે જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે પક્ષ પેરાશુટ ઉમેદવાર મૂકે ત્યારે આપણે બધા હરાવવા માટે મહેનત કરીએ છીએ તે સત્ય આખો સામે પ્રજાએ જોયું છે આનંદનીબેનનો ઉલ્લેખ કર્યો અને પાટણના વિકાસની ગતિ પકડી હતી એ વાત સાચી છે પરંતુ દસ વર્ષની મહેનતમાં જો બીજી ટર્મ માં પાટણ શહેર માંથી માત્ર 3000 મત મળે તો શું સમજવું આમ અનેક ચર્ચાઓ છે જે તેમણે કરી હોત તો સાચું પાટણનું રાજકીય ચિત્ર દેખાઈ આવત બાકી આવી રીતે સ્ટેટમેન્ટ કયા ઉદ્દેશથી આપ્યું તે હવે ખૂબ જ ચર્ચા નો વિસય બન્યો છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
