(23 ગ્રામ પંચાયતો અને એક પેટા ચુટણી એવિ રીતે 24 સરપંચ સહિત 188 વોર્ડ ની ચુંટણી યોજાસે)
(11 મહિલા સરપંચ 13 પુરૂષ,અન્ય સરપંચ સહિત 94 મહિલા વોર્ડ મેમ્બર્સ અને 94 પુરૂષ/અન્ય મેમ્બર્સ માટે મહિલા મતદારો અને પુરૂષ મતદારો મતદાન કરી શકસે)
વર્ષો થી કાનુની નિર્ણય થી અટકી પડેલીગ્રામ પંચાયતો ની ચુંટણીઓના વિવાદ નો અંત આવતાં સમગ્ર ગુજરાત માં ગ્રામ પંચાયતો ની ચટણીઓ યોજવા નો રસ્તો ખૂલો થતાં ગ્રામ પંચાયતોની ચુંટણી ની તા.28/05/2025 જાહેર કરતાં તે પગલે
ભાભર તાલુકા ની ચુંટણીઓ બાબતે તા.2/06/2025 ના રોજ જાહેર નામુ પ્રસિધ્ધ કરીખાલી પડેલી15 તથા 4 પંચાયતો વિભાજીત થતાં તેમાથી નવિ બનેલ 4 અન્ય પંચાયતો એમ કુલ મળીને 23 ગ્રામ પંચાયતો ની સામાન્ય ચુંટણી કામગીરી હાથ ધરાશે
જ્યારે મેરા ગ્રામ પંચાયત ના સરપંચ ચુંટાયા બાદ કાનુની વિવાદ માં ગેરલાયક ઠરતાં મેરા ગ્રામ પંચાયત માટે માત્ર સરપંચ ઉમેદવાર પૂરતી પેટા ચુંટણી યોજાશે જેને લઇ કુલ24 સરપંચ ચુંટાસે
જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોની 1 મહિલા 12 અન્ય કુલ13ખાલી પડેલી વોર્ડ મેમ્બર ની પણ આ ચુંટણી સાથે પેટા ચુંટણીઓ યોજાશે
સમગ્ર ચુંટણી માં સરપંચ તરીકે 15 સીટ માટે 7 મહિલા સીટ અનામત ઉમેદવારી કરી શકસે જ્યારે 8 સરપંચ સીટ માટે પુરૂષ / અન્ય ઉમેદવારી કરી શકસે કુલ15 સરપંચ સીટ માટે ચુંટણી યોજાશે
તેવિજ રીતે 64 મહિલાઓ વોર્ડ ની ચુંટણી માં ઉમેદવારી કરી શકસે અને 64 વોર્ડ ની ચુંટણી માટે પુરૂષ તથા અન્ય ઉમેદવારો ઉમેદવારી કરી શકસે
સમગ્ર ચુંટણી માટે 23900 મહિલા મતદારો 25665 પુરૂષ અન્ય મતદારો મળીને કુલ 49565 મતદારો મતદાન કરવા લાયકાત ધરાવશે
જ્યારે ખાલી પડેલ 1 સરપંચ તથા 1 મહિલા 12 સામાન્ય કુલ 13 ખાલી પડેલ વોર્ડ માટે પેટા ચુંટણીઓ યોજાશે
તા.02/06/2025 થી 09/06/25 સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સમય ગાળો રહેશે 10/06/25 ઉમેદવારી પત્રો ની ચકાસણી કરાશે અને 11/06/25 ઉમેદવારી પત્રો પરત ખેચવા ના રહેશે 23/ 06/2025 રવીવાર
ના રોજ સવારે 07/00 ના સમય થી સાંજના 05/00 સમય દરમ્યાન મતદાન યોજાશે 24/06/2025 ના રોજ જરૂર પડ્યે પુનઃ મતદાન યોજાસે જ્યારે 25/06/2025 ના રોજ મત ગણત્રી તાલુકાની કચેરી એ યોજાસે અને મત ગણત્રી ના અંતે પરીણામ જાહેર કરવામાં આવશે તા.27/06/2025 ચુંટણી પ્રક્રીયા પૂર્ણ જાહેર કરાશે
તેવી માહિતી ભાભર નાયબ મામલતદાર ગણેશ ભાઇ ચૌધરી તથા મદદનિશ ટી.ડિ.ઓ. કીશોર ભાઇ દવે દ્રારા જાણવા મળેલ છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
