અધિક પોલીસ મહનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઈમ ગુ.રા.ગાંધીનગર નાઓ તથા ગુજરાત સરકાર દ્રારા નોર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે થયેલ હુકમો અન્વયે ગુજરાત રાજયને નશા મુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા. ૧૯/૦૬/૨૦૨૫ સુધીની એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોઇ જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોર્લીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથાઁ શ્રી વી.કે.નાથી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ આપેલ સુચના આધારે શ્રી જે.જી.સોલંકી, પો.ઇન્સ., એસ.ઓ.જી.શાખા, પાટણનાઓ જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હોઇ એસ.ઓ.જી.ની ટીમ સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજી રહે. વામૈયા કાયાણી પાર્ટી, સોમેશ્વર મંદિરની બાજુમાં તા.સરસ્વતી જી.પાટણ વાળાએ વામૈયા ગામની સીમમાં સોમેશ્વર મંદિરની બાજુમાં આવેલ પોતાના ખેતરમાં ગે.કા. અને બીનધિકૃત રીતે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડોનું વાવેતર કરેલ છે. જેથી સદરી જગ્યાએ તપાસ કરતાં નાના-મોટા ગે.કા. અને બીનધિકૃત રીતે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના આશરે એક ફુટથી નવ ફૂટની ઉંચાઇના છોડ નંગ-૪૬ મળી આવેલ. જેનુ કુલ વજન- ૩૪.૨૦૦ કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા-૩,૪૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી એન.ડી.પી.એસ.એક્ટ કલમ-8(b),8(c), 20(b) (ii)(c) મુજબનો ગુનો કરેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ સદરો ઇસમ તથા મુદ્દામાલ સરસ્વતી પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજી, રહે.વામૈયા કાયાણી પાર્ટી, સોમેશ્વર મંદિરની બાજુમાં, તા.સરસ્વતી જી.પાટણ
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) વનસ્પતિજન્ય લીલા ગાંજાના આશરે એક ફુટથી નવ ફુટની ઉંચાઇના છોડ નંગ-૪૬ જેનુ કુલ વજન-૩૪.૨૦૦ કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા-૩,૪૨,૦૦૦/-
