આજ 4-6-24 બુધવાર ના રોજ સવારે 7:30 વાગ્યાથી ઊંઝા હાઇવે પર રાહુલ ગેસ એજન્સી આગળ પસાર થતી હેવી ટ્રકોને વિનંતી કરવામાં આવી કે હાઇવે પરથી પસાર થતા જૈન સાધુ – સાધ્વીઓ તથા પદયાત્રીઓની સુરક્ષા જાણવણી હેતુ ટ્રક ડ્રાઇવરોને જાગૃત કરવા હેતુ તેમનું સન્માન કરવામાં આવ્યું તથા તેની સૂચના હેતુ રેડિયમના મોટા સ્ટીકર ટ્રક પર લગાવવામાં આવ્યા અને અલ્પાહાર તથા રૂમાલ સ્મુતિરૂપે ભેટ આપ્યા.
સમગ્ર આયોજન જૈન સમર્પણ સેવા સમિતિ (મહિલા મંડળ) ઊંઝા અને વિશેષમાંજૈન અગ્રણી શ્રી અલ્પેશ ભાઈ શાહ, શ્રી તેજપાલભાઈ પટવા, શ્રી મહાવીરજી જૈન અને અન્ય વડીલોની સહકાર સાથેની હાજરી જોવા મળેલી.
આ ધાર્મિક પોગ્રામમાં મહિલા મંડળની આશરે 50 જેટલી જૈન સેવાભાવી-ધાર્મિક બહેનો પણ હાજર રહી હતી.
આ સેવાકીય કાર્યક્રમ દરમ્યાન કોઈ પણ અડચણ ઉભી ના થાય તે સારુ ઊંઝા pi શ્રી નિનામા સાહેબ અને સ્ટાફનો પણ સારો સહકાર મળ્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
