June 6, 2025 11:49 pm

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાથી વરલી મટકાના આંક ફરકના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લામા પ્રોહી જુગાર ની ગે.કા.પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સીબી. સ્ટાફના કર્મચારીઓ સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત મળેલ કે દિપકભાઇ સોમાભાઇ પટેલ રહે.જગન્નાથપુરા તા.ઉંઝા જી.મહેસાણા વાળાઓ પોતાના અંગત ફાયદા સારૂ મોબાઇલમા હરતા ફરતા ફરી મોટરસાયકથી સાંકેતિક ભાષામા વરલી મટકાના આંક ફરકનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૦૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૬,૦૦૦/- તથા એક મોટરસાયકલ કિં.રૂ. પ૦,૦૦૦/- મળી કુલ રૂ.૬૬૩૦૦/- ના વરલી મટકાના જુગાર મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ તેમજ અશોકજી જેના બાપનુ નામ આવડતુ નથી તેમજ ચેતનભાઈ ઠાકોર રહે.દાસજ તા.ઉંઝા જી.મહેસાણા તેમજ મુકેશભાઇ પ્રજાપતિ રહે. ઉંઝા જી.મહેસાણા વાળા રેડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય ચારેય ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ-૧ર(અ) મુજબ સિધ્ધપુર પો.સ્ટે. ગુનો રજી.કરાવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) દિપકભાઇ સોમાભાઇ પટેલ રહે. જગન્નાથપુરા તા.ઉંઝા જી.મહેસાણા

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) અશોકજી જેના પિતાનુ નામ જણાયેલ નથી

(૨) ચેતનભાઈ ઠાકોર રહે. દાસજ તા. ઉંઝા જી.મહેસાણા

(૩) મુકેશભાઈ પ્રજાપતિ રહે. ઉંઝા જી.મહેસાણા

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :-

(૧) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૬,૦૦૦/-

(૨) રોકડ રકમ રૂ.૧૦૩૦૦/-

(૩) એક પલ્સર મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦/-

એમ મળી કુલ કિં.રૂ.૬૬,૩૦૦/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें