June 6, 2025 11:18 pm

Sanatlpur | સમરસ અને સશક્ત નારી નેતૃત્વનો આદર્શ: સાદપુરા પંચાયતમાં ભીખીબેન વાલાભાઈ સરપંચ તરીકે બિનહરીફ પસંદ

સાંતલપુર: તાલુકામાં સૌપ્રથમ સમરસ ગ્રામ પંચાયત તરીકે સાદપુરા જૂથ પંચાયતનો સ્થાપનાકીય નિર્ણય લેવાયો છે. સાદપુરા અને જોરાવરગઢ ગામના લોકોએ ભાઈચારા અને વિકાસના હિતમાં સર્વસંમતિથી પંચાયત રચી સમરસતાની અમૂલ્ય પરંપરાને સાકાર કરી છે.

ગામના વિકાસ અને સહઅસ્તિત્વને કેન્દ્રમાં રાખી ભરવાડ સમાજની ભીખીબેન વાલાભાઈને મહિલા સરપંચ તરીકે ગામજનોએ બિનહરીફ પસંદ કરી છે. આ નિર્ણય માત્ર સમરસતાનો નહીં, પરંતુ મહિલા સશક્તિકરણનો પણ પ્રેરક ઉદાહરણ છે.

સમગ્ર ગ્રામજનોએ એકજૂથ થઈને આ નિર્ણય લઈ ગામની એકતા, શાંતિ અને પ્રગતિના માર્ગે મજબૂત પગલાં ભર્યા છે.

આગેવાનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે સમરસ પંચાયતથી ગામમાં વિકાસના કાર્યો વધુ ગતિથી આગળ વધશે અને નવો નમૂનો સ્થાપિત થશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें