પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ હારીજ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અડિયા ગામના બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ કે અડિયા ગામ પટેલવાસમાં આચાર્ય શૈલેષભાઇ વિજયભાઇ રહે.અડિયાવાળા કોઈ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૪૪૩૯.૧૦/- નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે ગુન્હો હારીજ પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ હારીજ પોલીસ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) આચાર્ય શૈલેષભાઇ વિજયભાઇ રહે.અડિયા તા.હારીજ જિ.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.૪૪૩૯.૧૦/-
