June 12, 2025 12:57 am

ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે

તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં પાટણ જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ સહિત અધિકારીશ્રીઓ તેમજ રાજયભરના અધિકારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.

 

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. આ બ્રિફિંગ મિટિંગમાં શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય અને ભાવિ આયોજનનો વિશે વિગતે માહિતી આપી હતી.

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા શિક્ષણના મહત્વ વિશે અને પાટણ જિલ્લામાં યોજાઈ રહેલા પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય તેવા અભિગમ સાથે શાળામાં જઈને બાળકોને પ્રોત્સાહિત કરીએ. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ પાટણ જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન વિગત જણાવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ , જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ શહેરમાં થયેલ વૃધ્ધ મહિલાની હત્યાના બનાવ અંગે વણ શોધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને મરણજનારના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮/-સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ શહેરમાં થયેલ વૃધ્ધ મહિલાની હત્યાના બનાવ અંગે વણ શોધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને મરણજનારના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮/-સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ