June 12, 2025 1:45 am

Patan | ચાણસ્મા જી.આઇ.ડી.સી. માં આવેલ ભંગારવાડામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ તાબાના(કોપર) વાયરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ચાણસ્મા પોલીસ

પાટણ.  પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે તેમજ મે.ના.પો.અધિ.શ્રી,ડી.ડી.ચૌધરી સાહેબ રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.શ્રી આર.એચ સોલંકી સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સચોટ બાતમી હકીકત મળી આવેલ કે ચાણસ્મા જી.આઇ.ડી.સીમાં પટેલ વે બ્રીજની બાજુમાં આવેલ ભંગારના કબ્જા ભોગવટાના વાડાનો માલીક ચોરી કરી કે છળકપટથી મેળવેલ તાબાના (કોપર) વાયરનો જથ્થો તેમના ભંગારના ડેલામાં ભંગારની ઓથમાં સંતાડી રાખેલ છે જે હકિકત આધારે પંચો સાથે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા વિજયભાઇ સામજીભાઇ રગજીભાઈ, જાતે.પટણી, ઉ.વ.૫૦ રહે.હાલ ચાણસ્મા જી.આઈ.ડી.સી તા.ચાણસ્મા જી.પાટણ મુળ રહે.નવા બાપુનગર રામ ક્રુપા નગર છેલ્લા બસ સ્ટેશન ૦૭/૨૭૬ સી.ટી.ઇ તા.જી.અમદાવાદવાળાના કબ્જા ભોગવટાના વાડામાંથી તાંબુ કોપર વાયરના અલગ અલગ ગુંચળા આશરે ૧૯ કિલો ૮૦૦ ગ્રામ કિ.રૂ.૧૧,૮૮૦/- ના મુદામાલ સાથે મળી આવેલ હોઇ જે મુદામાલ સદર ઇસમ ચોરી કરી કે છળકપટથી મેળવેલ હોઇ સદરી ઇસમના વિરુધ્ધમાં ચાણસ્મા પો.સ્ટે. બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)(ઇ) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) વિજયભાઇ સામજીભાઇ પટણી રહે. હાલ ચાણસ્મા જી.આઈ.ડી.સી તા.ચાણસ્મા જી.પાટણ મુળ રહે.નવા બાપુનગર રામ ક્રુપા નગર છેલ્લા બસ સ્ટેશન ૦૭/૨૭૬ સી.ટી.ઇ તા.જી.અમદાવાદ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) તાંબુ કોપર વાયર ના અલગ અલગ ગુંચળા આશરે ૧૯ કિલો ૮૦૦ ગ્રામ કિ.રૂ.૧૧,૮૮૦/-

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ શહેરમાં થયેલ વૃધ્ધ મહિલાની હત્યાના બનાવ અંગે વણ શોધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને મરણજનારના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮/-સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ શહેરમાં થયેલ વૃધ્ધ મહિલાની હત્યાના બનાવ અંગે વણ શોધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને મરણજનારના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮/-સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ