પાટણ. પ્રચાર કાર્યાલય કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાને અડીને ખોલી શકાશે નહિ
પ્રચાર કાર્યાલય હયાત મતદાન મથક થી ૨૦૦ મીટરની અંદરના અંતરે ખોલી શકાશે નહિં
ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૧થી આદર્શ આચાસંહિતા બહાર પાડેલ છે અને તેના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો માટેની આદર્શ આચાર સંહિતા બહાર પાડવામાં આવેલી છે.
ચૂંટણી પ્રચાર માટે જુદા જુદા રાજકીય પક્ષોના /સ્વતંત્ર ઉમેદવારો ધ્વારા કામચલાઉ પ્રચાર કાર્યાલય મતવિસ્તારમાં ખોલવામાં આવતા હોય છે. આ અંગેની રાજયના ચૂંટણી આયોગએ આપેલ વખતોવખતની સુચનાઓ / સ્પષ્ટતાઓ આપેલી છે. જે મુજબ કાર્યવાહી કરવાની થાય છે.
જે અંતર્ગત શરૂ તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સતાની રૂએ પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના સમગ્ર મહેસુલી વિસ્તારમાં તા.૨૫/૦૬/૨૦૨૫ (મતગણતરી પુર્ણ થાય ત્યાં સુધી) સુધી નીચે મુજબની કાર્યવાહી કરવા ફરમાન કરવામાં આવે છે.
1. આવા પ્રચાર કાર્યાલય કોઈ જાહેર અથવા ખાનગી મિલકતમાં દબાણ /અનધિકૃત કબજો કરી ખોલી શકાશે નહિ.
2. ચૂંટણી સમયે ભાષણો, પોસ્ટરો, સંગીત વિગેર સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરૂદ્વારા વિગેરે અથવા કોઈપણ પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ.
3. આવા પ્રચાર કાર્યાલય કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાને અડીને ખોલી શકાશે નહિ.
4. આવા પ્રચાર કાર્યાલય હયાત મતદાન મથક થી ૨૦૦ મીટરની અંદરના અંતરે ખોલી શકાશે નહિં.
5. આવા પ્રચાર કાર્યાલયમાં ધ્વજ અને બેનર પક્ષના ચીન્હ / ફોટા સાથે ફકત એક જ પક્ષના પ્રદર્શિત કરી શકાશે.
આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ સંબંધિત પોલીસ અધિકારીશ્રીએ કરવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
