પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ હાલમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને પ્રોહી/જુગારની અસમાજિક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો હારીજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અમો એન.એ.શાહ, પોલીસ ઇન્સપેકટર, હારીજ પો.સ્ટે.નાઓને ભરોસાના બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે ચૌહાણ સંજયસિંહ અનોપસંગ રહે.હારીજ દરબારવાસ તા.હારીજવાળાએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ મંગાવીને પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ નીચે ઉતારેલ છે અને જે દારૂ સગેવગે કરી રહેલ છે તેવી હકિકત આધારે સદરી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતાં ચૌહાણ સંજયસિંહ અનોપસંગ રહે.હારીજ દરબારવાસ તા.હારીજવાળો દિવાલ કુદીને નાસી ગયેલ અને ઝાલા આંનદસિંહ ઉર્ફે ઝાલા હિતેન્દ્રસિંહ રહે.હારીજવાળો પકડાઇ આવેલ અને સદરી જગ્યાએથી અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ/ટીન નંગ-૧૮૯૮ કિ.રૂ. ૪,૧૬,૩૪૭.૩૩૮ નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તેમજ પકડાયેલ ઇમસની વધુ પુછપરછ કરતાં નાસી જનાર ઇસમ સંજયસિંહ
ચૌહાણના મકાનની પાછળની ગેલેરી અને બાથરૂમમાં દારૂની પેટીઓ સંતાડેલાની હકિકત જણાવતાં સદરી જગ્યાએ તપાસ કરતાં અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ/ટીન નંગ-૯૬૦ કિ.રૂ.૧,૮૬,૯૧૬.૭૫ર નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી ઉપરોક્ત બન્ને જગ્યાએથી મળી આવેલ એમ કુલ બોટલ/બિયર ટીન નંગ-૨૮૫૮ જેની કુલ કિ.રૂ.૬,૦૩,૨૬૪.૦૯/- નો પ્રોહી મુદ્દામાલ તથા પકડાયેલ ઇસમની અંગજડતીમાં મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૧૩,૨૬૪.૦૯ ના મુદ્દામાલ સાથે ઝાલા આંનદસિંહ ઉર્ફે ઝાલા હિતેન્દ્રસિંહ રહે.હારીજ, આશાપુરા સોસાયટી તા.હારીજ જી.પાટણવળાને પકડી પાડીને હારીજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૧૭૦૦૯૨૫૦૫૧૩/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૫(એ), ૬પ(ઈ), ૧૧૬(બી),૮૧,૮૩ મુજબ ગુનો રજી કરી આગળની વધુ તપાસ અમો કરી રહેલ છીએ.
આમ, હારીજ પોલીસ સ્ટાફ દ્રારા હારીજ ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૮૫૮ કિ.રૂ.૬,૦૩,૨૬૪/-ના પ્રોહી મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઝાલા આંનદસિંહ ઉર્ફે ઝાલા હિતેન્દ્રસિંહ, રહે.હારીજ, આશાપુરા સોસાયટી, તા.હારીજ, જી.પાટણ
પકડાવાના આરોપીની વિગતઃ-
(૧) ચૌહાણ સંજયસિંહ અનોપસંગ, રહે.હારીજ, દરબારવાસ, તા.હારીજ, જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગત-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૮૫૮ કુલ કિ.રૂ.૬,૦૩,૨૬૪/-
(૨) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
એમ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૬,૧૩,૨૬૪/-
