July 30, 2025 9:50 pm

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ની મહિલા પાંખ દ્વારા

આજરોજ તા:૧૨/૦૬/૨૦૨૫ ના રોજ ડિવાઇન ટચ સ્કૂલ ખાતે નાનાં ભૂલકાં ૧૨૦ બાળકોને પ્રોત્સાહિત હેતુ સંસ્થા તરફથી દેશી હિસાબ પુસ્તક, પેન્સિલ,રબર, ફૂટપટ્ટી કલરપેટી, ચોકલેટ તેમજ દાતા શ્રીમતી અંજનાબેન ઠાકર દ્વારા નાસ્તાના ડબ્બા અને ચીકી આપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રાંતના મહિલા અને બાળ સંસ્કાર કન્વીનર શ્રીમતી યશશ્વિબેન પંડ્યા, શાખાના મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, મહિલા સહભાગિતા શ્રીમતી નિમાબેન પંચાલ, શાળા નાં ટ્રસ્ટી શ્રી ગજેન્દ્રભાઇ જોષી, શાળા નાં આચાર્ય, શિક્ષક ભાઇ-બહેનો તથા સભ્યો શ્રી ડૉ. પ્રશાંતભાઈ પ્રજાપતિ, કિરીટભાઇ રાજગોર, ડૉ. રાજ રાવલ, નટવરભાઈ આસેરી, દિપકભાઈ આકેડીવાલા, મહિલા સભ્ય શ્રીમતી મીનુબેન આકેડીવાલા, રિપલ મોઢ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શાખાના મંત્રી શ્રી મુકેશભાઈ મોઢે સંસ્થા નો પરિચય આપતાં સંસ્થા ના રાષ્ટ્રીય પ્રકલ્પો ગુરુવંદન છાત્ર અભિનંદન, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ની તથા કાયમી પ્રકલ્પો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી

રિપોર્ટર ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें