પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે ચાણસ્મા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૦૬૨૧૦૦૭૫/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫ એ, ઈ વિગેરે મુજબના ગુન્હામાં છેલ્લા ૪ (ચાર) વર્ષથી નાસતા ફરતા આરોપી ફરસારામ ઉર્ફે પપ્પુ માલારામ બિશ્નોઇ રહે.જાખલ તા. સાંચોર જી.રાજસ્થાનવાળાને પકડી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-ર૦ર૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ફરસારામ ઉર્ફે પપ્પુ માલારામ બિશ્નોઇ રહે.જાખલ તા. સાંચોર જી.રાજસ્થાન
