વારાહી. બંને સાઈડ માંથી વિસેક જગ્યાએ ખુલ્લા હોવાથી અકસ્માત નો ભય
વારાહી હાઇવે પર નેશનલ હાઈવે દ્વારા રોડની બંને સાઈડમાં ની બંને સાઈડમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ છે આ ગટરો ઘણા સમયથી ખુલ્લી હોવાથી અવાર નવાર અકસ્મતો ના બનાવ બને છે ગટર ખૂલી હોવાને કારણે અવારનવાર પશુઓ પડી જવાના બનાવો બન્યા છે મામલતદાર કચેરીની બંને સાઈડમાં સર્કિટ હાઉસ બાજુ ગોકુલ નગર સોસાયટીમાં જવાના રસ્તે ગટર ખુલ્લી હોવાથી કચરા થી પૂરેપૂરી ભરાયેલી છે આ ગટરો બનાવી ત્યારથી યોગ્ય સફાઈ ન થયું હોવાને કારણે મોટાભાગની ગટરો બ્લોક જ જોવા મળી રહી છે જેના કારણે ગટર ઉભરાતા પાણી જાહેર માર્ગ ઉપર ફરતા જોવા મળી રહ્યા છે તો સત્વરે આ ગટરો સફાઈ કરવામાં આવ્યા નહીં ખુલ્લી ગટરો ઢાંકણા ફિટ કરવામાં આવે તેવી લોકોની માંગ છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
