July 30, 2025 7:23 pm

વિજયભાઈ રૂપાણીના નિધન બાદ તેમના પરિવારજનોને મળીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આપી સાંત્વના

વિજયભાઈ રૂપાણીજીના અવસાન બાદ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. તેમણે ભાવુક ભાવના સાથે કહ્યું કે, “વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. અમારું સહકાર પુરૂષાર્થભર્યું રહ્યું હતું અને અનેક પડકારજનક સંજોગોમાં અમે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે.”

વિજયભાઈ રૂપાણીના સરળ અને સાલસ સ્વભાવને યાદ કરીને પ્રધાનમંત્રી નારેન્દ્રભાઈ મોદીએ ઉમેર્યું કે,

“તેઓ ખૂબ મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં પ્રવેશ કરી તેઓ સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી અને અંતે ગુજરાતના મુખ્યમંત્રીના પદ સુધી પોહચ્યા.”

તેમના નિધનથી ગુજરાત રાજકારણમાં એક અભૂતપૂર્વ ખાલીપો ઊભો થયો છે જેને સરળતાથી પૂરવામાં નહીં આવે.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें