June 18, 2025 12:01 pm

રેવન્યુ માગદર્શક રમણીકભાઈ કોટડીયા દ્વારા તમેજ તમારા વકીલ બનો પાંચમો તાલીમ કેમ્પ યોજાયો.

રાજકોટ. આજીડેમથી નજીક રામવન થી આગળ રેવન્યું નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયાની વાડીમાં નહિ નફો નહિ નુકશાનના ધોરણે નોર્મલ ફી રાખી બે દિવસ તેમજ ૧ રાત્રી જમણવાર રહેવા સાથેની વ્યવસ્થા સાથે આયોજન રાખવામાં આવે છે.

આ પાંચમો તાલીમ કેમ્પ તા.૧૪ અને ૧૫ જૂન-૨૦૨૫ના રોજના આયોજનમાં 10 કિલોમીટરથી 600 કિલોમીટર સુધીથી ખેડૂતો આશરે ૫૦ની સંખ્યામાં લાભ લીધો ગુજરાતમાંથી સુરત,દેવભૂમિ દ્વારકા, સાંબરકાંઠા, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર એમ બધા જ જિલ્લામાંથી જગતના તાત એવા ખેડૂતપુત્ર તાલીમ કેમ્પમાં આવેલ. તેમજ બે ખેડૂત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મુંબઈથી પણ રમણીકભાઈના યુ-ટ્યુબ વિડીયો સાંભળી., રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધેલો. તેમાં નિવૃત અધિકારીઓ એવા ખેડૂતપુત્રોએ લાભ લીધો. તાલીમ કેમ્પમાં તમેજ તમારા વકીલ બનો એ વિષય અનુસંધાને આ વખતે (૧)નવા મુદ્દા ૧ વર્ષ પહેલાના બાકી રહી ગયેલ જન્મ ૨જી. નોંધ દાખલ કરવા દાવો. (૨)૧ વર્ષ પહેલા મૃત્યુ પામેલનું મરણ સર્ટીફિ્કેટ મેળવવા પ્રાંતમાંથી હુકમ ક્ઢાવવો. (૩) રસ્તાને લગતા પ્રશ્નો રસ્તો ખૂલ્લો કરવા મામ. કોર્ટ ક્લમ-૫ મુજબ દાવો. (૪) પોતાના ખેતરમાં ઉપરના .પાણી છોડે અથવા આપણા ખેતરનું પાણી નીચેવાળા રોકે તો મૂળ સ્થિતી કરવા દાવો કરવો વગેરે (પ) કોઈપણ પ્રકારના દાવા અથવા કેસ કરવા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા (૬) વિલંબ માફીના કેસના મુદા (૭) એડવર્સ પઝેશન તથા લેન્ડગ્રેબીંગ તેમજ જુના કબજા વિશે વિસ્તૃત કાયદાકીય વગેરેનું તટસ્થપણે અને પોજેટીવ માર્ગદર્શન આપ્યું.તેમજ ખુબજ સરળ ભાષામાં અને ભાઈઓ કે શેઢા પાડોશી સાથે કજીયા કેમ ઓછા થાય એવું વિચારીને સમજૂતિથી આગળ વધવા જણાવ્યું.તેમજ આ કેમ્પમાં નિવૃત અધિકારી, રેવન્યુ વકીલો તેમજ ખેડૂતોએ લાભ લીધો. ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયાએ જણાવ્યુ હતું કે ખેડૂતો માટે સારી કામગીરી અને રેવન્યુમાર્ગદર્શન આપનાર રમણીકભાઈને રેવન્યુ ગુરુ તરીકે બિરદાવ્યા હતા.તેમજ કિસાન સંઘ તાલુકા પ્રમુખે તાલીમ કેમ્પમાં આવેલ તમામ ભાઈઓને ભવિષ્યમાં ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે બે-બે વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.તેમજ રમણીકભાઈએ કહ્યું હતું કે હું પણ દર વર્ષે આ વાડીમાં ૫૦૦ વૃક્ષ રોપા લઈને વાવીએ છીએ. તેમજ સર્વો ભાઈઓના સબંધીને પણ બે બે વૃક્ષો વાવવા અનુરોધ કરવા જણાવ્યું હતું.અને ભારતમાતાકી જ્ય, બલરામ ભગવાનની જ્ય બોલાવી, જ્ય જવાન, જ્ય કિશાન ના નાદ બોલાવી તાલીમ કેમ્પ પૂર્ણ કરી સર્વો ખેડૂતો દૂર દૂરથી આવેલ ભાઈઓ ને ધન્યવાદ પાઠવ્યા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें