June 15, 2025 9:14 pm

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અમરાપુર ગામે એક વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને સોનાના બીસ્કીટ કિં.રૂ.૧,૦૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ.  પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પો.ઈન્સ. એલ.સી.બી.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ આચરવાની ટેવવાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરીમાં હતા દરમ્યાન બાતમી આધારે એક ઇસમને સમી ગુજરવાડા ચાર રસ્તા પાસેથી પકડી પાડી તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી એક સોનાની ધાતુનું બિસ્કીટ મળી આવેલ હોઇ જેથી સદરી ઇસમને સમી પો. સ્ટે. ખાતે લાવી ખંતપુર્વક પુછપરછ કરતાં તેણે જણાવેલ કે આજથી આશરે એકાદ વર્ષ પહેલાં અમરાપુર ગામના ઠાકોર રાજેશભાઇ બાબુભાઈ તથા ઠાકોર સુરેશભાઈ છગનભાઈ નાઓએ અમરાપુર ગામે કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી કરેલ હોઈ જે પૈકી એક સોનાનું બીસ્કીટ વેચાણ કરવા સારૂ આપેલ હોવાની કબુલાત કરતો હોઇ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એક સોનાનું બીસ્કીટ કિં.રૂ.૧,૦૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢી સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ ર૦ર૩ ની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ આ કામે બાકીના આરોપીઓ પકડવા સારૂ તજવીજ ચાલુમાં છે.

પકડાયેલ આરોપીની વિગતઃ

(૧) સચિન જયંતીભાઇ ઠાકોર રહે. વાહેદપુરા તા.સમી જી.પાટણ

પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૧) ઠાકોર રાજેશભાઇ બાબુભાઇ રહે. અમરાપુર તા.સમી જી.પાટણ

(૨) ઠાકોર સુરેશભાઇ છગનભાઇ રહે.અમરાપુર તા.સમી જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) એક સોનાનું બીસ્કીટ કિં.રૂ.૧,૦૧,૦૦૦/-

ડીટેક્ટ થયેલ ગુન્હાની વિગતઃ-

(૧) સમી પો.સ્ટે. ગુ.૨.નં- ૧૧૨૧૭૦૨૯૨૪૦૨૧૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

Leave a Comment

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏