યોગ દિવસની ઉજવણીમાં જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતા કલેકટરશ્રી તુષાર ભટ્ટ
જિલ્લામાં કુલ ૧૫૮૪ યોગ કાર્યક્રમ યોજાશે:-૨૬૧૨૦૦ લોકો સહભાગી બનશે
આગામી 21 જૂન, 2025 ના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન માટે આજરોજ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, પાટણ ખાતે કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે જિલ્લામાં ૨૧ મી જૂનના રોજ આયોજિત યોગ કાર્યક્રમ અંગે મીડિયાને વિગતવાર માહિતી આપી હતી.તેમજ મીડિયાના માધ્યમથી વધુમાં વધુ લોકો યોગ કાર્યક્રમમાં સહભાગી બને એવી અપીલ કરી હતી.
કલેકટરશ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે ઉજવવામાં આવશે. જેમાં ચાર હજાર થી વધુ લોકો ભાગ લેવાના છે. જ્યારે જિલ્લામાં તાલુકા નગરપાલિકા કક્ષાએ ૯ કાર્યક્રમ યોજાશે જેમાં ૯૦૦૦ લોકો ભાગ લેશે. જેમાં પાટણ તાલુકા કક્ષાનો/ નગરપાલિકા કક્ષાનો યોગ કાર્યક્ર્મ એમ.એન. હાઇસ્કુલ પાટણ ખાતે, સિદ્ધપુર તાલુકા કક્ષા/ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એલ.એસ. હાઇસ્કુલ, સિધ્ધપુર ખાતે, ચાણસ્મા તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પી.પી પટેલ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે, હારીજ તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ કે.પી હાઇસ્કુલ હારીજ ખાતે, રાધનપુર તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શેઠ કે.બી વકીલ હાઇસ્કુલ ખાતે, સરસ્વતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડાયનાસોર પાર્ક મામલતદાર કચેરી ચોરમાર પુરા ખાતે, સમી તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમી ખાતે, શંખેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શંખેશ્વર કન્યા પ્રાથમિક શાળા ખાતે અને સાંતલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાર્વજનિક કેળવણી મંડળ વારાહી ખાતે યોગ કાર્યક્રમ ઉજવવામાં આવશે.
જિલ્લાના આઇકોનિક સ્થળ હેરિટેજ સ્થળ રાણીની વાવ પાટણ અને યાત્રાધામ બિંદુ સરોવર સિધ્ધપુર ખાતે પણ યોગ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે પણ યોગ કાર્યક્રમ યોજાશે. આમ જિલ્લામાં કુલ ૧૫૮૪ યોગ કાર્યક્રમ યોજાશે જેમાં રાજકીય મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મળી કુલ ૨૬૧૨૦૦ જેટલા લોકો સહભાગી બનશે.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી બાબુભાઈ ચૌધરી, જિલ્લા માહિતી કચેરીના અધિકારી શ્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
