ભાભર જૂના પે. કે.શાળા માં તારીખ- ૨૧/૬/૨૫ ના રોજ ડોકટર દિનેશ ભાઈ ગજ્જર ની ઉપસ્થિતિ માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ શિક્ષક શ્રી હીરાભાઈ એસ. સોલંકી અને ભરત ભાઈ જે. ચૌધરી ના માર્ગ દર્શન હેઠળ તમામ બાળકો ને યોગ, પ્રાણાયામ, ધ્યાન, આસન. સૂર્ય નમસ્કાર દ્વારા સરસ મહાવરો કરાવવાં માં આવ્યો.
ડોકટર દિનેશ ભાઈ ગજ્જર દ્વારા બાળકોને તંદુરસ્તી અને આરોગ્ય જાળવવા માટે ઉપયોગી જાણકારી આપાવામા આવી. શાળા ના આચાર્ય શ્રી પ્રભુભાઈ કે. રામી અને ગ્રામ જનો યોગ દિવસ ને વિશ્વ માં મળેલ સ્થાન વિશે ભારત દેશ ના ગૌરવ સમાન ગણાવે છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
