June 22, 2025 1:58 am

Gir Somnath : વેરાવળ નગરપાલિકામાં એસીબીની ટ્રેપ: લગ્ન નોંધણી શાખાનો કર્મચારી ₹7300ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી ટ્રેપમાં એક કર્મચારી રંગેહાથ ઝડપાયો છે. માહિતી મુજબ લગ્ન નોંધણી શાખામાં પટાવાળાની ફરજ બજાવતો ગોવિંદ કામળીયા નામનો કર્મચારી લાંચ લેતાં ઝડપાયો છે.

ફરીયાદીએ પોતાના મેરેજ સર્ટિફિકેટ માટે કુલ 42 ફાઇલો રજૂ કરી હતી. આ ફાઇલોમાંથી સમૂહ લગ્નની દરેક ફાઇલ માટે ₹100 અને અન્ય દરેક ફાઇલ માટે ₹200 તરીકે કુલ ₹7300 લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ માંગવામાં આવતાં ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબી, ગીર સોમનાથની ટીમે ફરીયાદને આધારે ટ્રેપ ગોઠવી આરોપી ગોવિંદ કામળીયાને રૂપિયા 7300 લેતા જ રંગેહાથ ઝડપી લીધો હતો. હાલ એસીબીએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें