સાંતલપુર તાલુકામાં મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે મતદાન
રાજ્યમાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં વહેલી સવારથી જ મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. વારાહીમાં મતદાન માટે મતદારોની લાંબી લાંબી કતારો લાગી હતી.
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી – ૨૦૨૫માં મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં મતદાન ચાલી રહ્યું છે સાંતલપુર તાલુકાના ગામોમાં પણ મતદારો પોતાની નૈતિક જવાબદારી સાથે મતદાન કરી રહ્યા છે જેને પગલે મતદારોની મતદાન કરવા લાંબી કતારો લાગી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
