આવતીકાલે ૨૫ જૂન ૨૦૨૫ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે
જિલ્લામાં અંદાજે કુલ ૧૨૧૫થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવશે
સવારે ૯:૦૦ કલાકથી નિયત કરેલ મત ગણતરી સેન્ટર ખાતે મતગણતરી યોજાશે
ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત પાટણ જિલ્લામાં તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ કુલ ૨૩૨ ગ્રામ પંચાયત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે ૨૩૨ પંચાયત પૈકી ૨૨૭ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૦૫ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું. સામાન્ય ચૂંટણીની ૨૨૭ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ ૭૮.૧૫ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ૦૫ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ ૭૯.૫૫ ટકા મતદાન નોંધાયું હતું.
પાટણ જિલ્લામાં આવતીકાલે ૨૫ જૂન ૨૦૨૫ના રોજ દરેક તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે કુલ ૧૩૬૫થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવશે. તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા માટે બીબીએ ભવન પાટણ ખાતે, સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય મુ.ચોરમારપુરા, સરસ્વતી, સિધ્ધપુર તાલુકા માટે સરકારી હોમીયોપેથીક કોલેજ, દેથળી, ચાણસ્મા તાલુકા માટે શ્રી કે.વી.પટેલ આઈ.ટી.આઈ. રૂપપુર, હારીજ તાલુકા માટે મોડેલ સ્કુલ, હારીજ, સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજય કોલેજ, સમી, શંખેશ્વર તાલુકા માટે મહિલા આઈ.ટી.આઈ. કોલેજ શંખેશ્વર, રાધનપુર તાલુકા માટે મોડલ સ્કુલ રાઘનપુર ભોયતળીયે, સાંતલપુર તાલુકા માટેશ્રી પી.એમ.ગોકલાણી ઉ. મા. શાળા વારાહી ખાતે મતગણતરી હાથ ધરાશે આ મત ગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાશે
જિલ્લામાં તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ સામાન્ય/ વિભાજન/ વિસર્જન/ પેટા ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી અન્વયે સવારના ૯:૦૦ કલાકથી તાલુકામાં નિયત કરેલ મતગણતરી સેન્ટર ખાતે કુલ- ૧૨૧૫ જેટલા મતગણતરી સ્ટાફની મદદથી મતગણતરી યોજાશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
