June 28, 2025 1:59 am

Bhabhar : ભાભર જૂના પે.કે.શાળા માં બાળ પ્રવેશોત્સવ ઉજવાયો….

ભાભર જૂના પે. કે.શાળા માં અષાઢી બીજ ના પવિત્ર દિવસે તારીખ -૨૭/૬/૨૫ ને શુક્રવાર ના રોજ પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આ દિવસે બાળકો ને આશીર્વાદ આપવા માટે ચીફ ઓફિસર પાયલ બેન દેસાઈ , ભાભર શહેર પ્રમુખ પ્રવિણ સિંહ એમ. રાઠોડ, મહામંત્રી શ્રી હિતેષ ભાઈ કે.ઠક્કર અને ત્રિભોવન ભાઈ એસ.પ્રજાપતિ , ભાભર જૂના એસ .એમ .સી ના અધ્યક્ષ વનરાજ સિંહ એચરાઠોડ, નગર પાલિકા સદસ્ય અને પત્રકાર વિક્રમ સિંહ ડી.રાઠોડ, લાયઝન ઓફિસર શ્રી ભલાભાઈ ડી. દેસાઇ અને શ્રી મનોજ ભાઈ ટી. સુથાર તથા આગણવાડી કાર્યકર, એસ.એમ.સી સભ્યો અને ગ્રામ જનો ઉપસ્થિતિ રહ્યા. પ્રવેશ મેળવેલ તમામ બાળકો ને શૈક્ષણિક કીટ આપવામાં આવી. પ્રથમ નંબર મેળવનાર તમામ બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઊપસ્થિત રહેલ તમામ મહેમાનો એ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવાના બાળકો ને આશીર્વાદ આપ્યા. સ્વ. પ્રકાશ સિંહ મહેન્દ્ર સિંહ રાઠોડ ની પૂણ્ય તિથિ નિમિતે તમામ બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું. શાળા ના આચાર્ય શ્રી પ્રભુભાઈ કે.રામી અને શાળા પરિવાર સદગત ના આત્મા ને મોક્ષ મળે તે માટે ભગવાન ને પ્રાર્થના કરે છે. વૃક્ષા રોપણ કાર્ય ક્રમ અંતર્ગત અષાઢી બીજ ના વરસાદી માહોલ માં સરસ રોપા ઓ નું વાવેતર કરવામાં આવ્યું.

અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें