સમી તાલુકાના ગોધાણા ગામમાં આજે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન સમી હારીજના આર.એફ.ઓ શ્રી મિલનભાઈ કે.
દેસાઈ, સી.આર.સી કો-ઓ શ્રી હરેશભાઈ એસ. નાનકશાહી (ગોચનાદ), પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ રાવલ, બૂથ પ્રમુખ શ્રી નિલેશભાઈ નાડોદા, તેમજ ગામના સરપંચ શ્રી જલાભાઈ જાદવ હાજર રહ્યા હતા.
સાથે સાથે ગોધાણા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ, CHO પાયલબેન, તથા સાધુ શાંતિલાલ વઇવન (ઇન્ચાર્જ સમી) પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગોધાણા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભેમાભાઈ રબારી અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈની હાજરીમાં શાળાની સ્થિતિ અને શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા કરવામાં આવી.
અધિકારીઓએ ગામના આરોગ્ય કેન્દ્ર અને શાળાઓની કામગીરીની નિરીક્ષણ કરી, જરૂરી સુવિધાઓ, બાળકોની હાજરી, શિક્ષણની સ્થિતિ અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી. ગામના સરપંચશ્રીએ તમામ મહેમાનોને આવકાર્યા અને ગ્રામજનો તરફથી સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો.
આ મુલાકાતથી ગામના વિકાસ માટે સકારાત્મક દિશામાં પગલાં ભરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર નિલેશભાઈ નાડોદા સમી પાટણ
