June 28, 2025 6:19 pm

Santalpur : ઘરથી પંચાયત સુધીનો સફર: ચારણકાની 21 વર્ષની ભાવનાબેન સરપંચ તરીકે વિજેતા

સાંતલપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે નવી ઊર્જા અને જુસ્સાની એન્ટ્રી થઈ છે.

માત્ર 21 વર્ષના વયે અને આઠમા ધોરણ સુધી અભ્યાસ કરેલી મધ્યમ પરિવારની રબારી ભાવનાબેન જગમલભાઈએ બે મહિલાઓ સામે કાયમનો વિશ્વાસ જીત્યો છે.

ભાવનાબેને 217 મતની બહુમતીથી વિજય મેળવી ગામના સર્વોચ્ચ પદે ધજાવ્યું છે.

ચારણકાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 1006 મતદાનમાંથી ભાવનાબેને 556 મત મળ્યા જ્યારે હરીફ ગઢવી નાગબાઈને 339 અને ગીતાબેનને 59 મત મળ્યા હતા.

મતદાનની ટકાવારીને જોતા ગામના લોકોમાં ઉત્સાહ અને સહભાગીતાની ઊંડી ભાવના દેખાઈ હતી.

“હું ઘરકામ કરતી એક સામાન્ય દીકરી હતી, આજે ગામ સંભાળવાનો અવસર મળ્યો છે,”

તેવી ભાવનાભરી પ્રતિક્રિયા આપતાં ભાવનાબેને જણાવ્યુ હતું કે,

“આ જીત મારા માટે માત્ર પદ નહી પણ જવાબદારી છે.

હું ગામના લોકોએ મુકેલ વિશ્વાસને નિષ્ફળ જવા દઈશ નહીં.”

ગામ માટે નવા યુગની શરૂઆત

ચારણકાની જનતાએ યુવાશક્તિને સહારે નવાગત નેતૃત્વને વર્યું છે. ભાવનાબેન જેવી યુવા મહિલાઓનો ચમકતો ઉદાહરણ સમાજમાં એક નવી દિશા તરફ ઉંમટતી લહેરનું પ્રતિબિંબ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें