August 18, 2025 11:52 pm

Patan : મોડેલ સ્કૂલ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હારીજ (વિજ્ઞાન પ્રવાહ)ના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળીએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો

મોડેલ સ્કૂલ હારીજ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હારીજ (વિજ્ઞાન પ્રવાહ)ના સંયુક્ત ઉપક્રમે આઇસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

 

જેમાં જિલ્લા પોગ્રામ અધિકારીશ્રી રંજન બેન શ્રીમાળીએ કન્યા કેળવણી અંતર્ગત શાળાના બાળકોને તેમના પોષણ અને સ્વાસ્થ્ય વિશેની ખુબજ જરૂરી માહિતી આપી સરકારશ્રીની વિદ્યાર્થીઓને ઉપયોગી યોજનાઓથી માહિતગાર કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓએ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

તેમજ શાળાના પટાંગણમાં આવેલ મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સીડીપીઓ હેતલબેન દુધરેજીયા, મોડેલ સ્કૂલ હારીજના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ તથા સાયન્સ સ્કૂલના આચાર્યશ્રી રાહુલકુમાર શ્રીમાળી, CRC શ્રી અશોકભાઈ બંને શાળાના SMDC સભ્યો તથા બંને શાળાનો સ્ટાફ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ