તા. 29-06-2025 (રવિવાર) ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યાથી સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્ધારા એપ્રિલ-જૂન કવાટસૅમાં જન્મેલા સદસ્યશ્રીઓના જન્મદિવસની સામુહિક ઉજવણી કરવામાં આવી.
જેઓને માવા કેક કાપી તેમજ ઓફિસ બેગ અને બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માનિત સભ્યશ્રીઓની કુલ સંખ્યા-38 હતી જે દરેકને સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્વારા ઓફિસ બેગ ભેટ આપી હતી.
કાયૅક્રમનું એકરિગ શ્રી વિનુભાઇ રાવળ (નિવૃત્ત શિક્ષક) દ્વારા કરવામાં આવેલ.
પ્રસંગોપાત પ્રવચન ડૉ. રમેશભાઇ એચ. પટેલ, ડૉ. જયંતિલાલ એ. પટેલ,શ્રી જેઠાભાઈ પી. ક્રિપલાની તેમજ અન્ય સદસ્યો દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગને સનનગર સિનિયર સિટીઝન મંડળના સૌ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી કાયૅક્રમને સફળ બનાવેલ.
કાયૅક્રમ બાદ મંડળ દ્વારા આયોજિત ભોજન લઈને સૌ છુટા પડેલ. આશરે પોણાબસો થી બસો સનનગર પરિવારના સભ્યોએ ભોજન નો લાભ લીધેલ.
મંત્રી, સનનગર સિનિયર સિટીઝન મંડળ,સિદધપુર.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
