ગઇ તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મેમદપુર ગામે આવેલ મહાલક્ષ્મી પેટ્રોલપંપ ના મેનેજરશ્રી પેટ્રોલપંપના વેપારના પૈસા લઇ પાટણ ખાતે આવી રહેલ હતા દરમ્યાન ગદોસણ ગામ નજીક રાત્રીના સમયે કેટલાક ઇસમો દ્વારા તેઓને રોકી છરી બતાવી ધમકાવી તેમની પાસે રહેલ રોકડ રકમ રૂ.૮૯,૦૦૦/- ની લુંટ કરી ગુનાને અંજામ આપેલ હોઇ જે અનુસંધાને પાટણ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૧૭૦૨ ૬ર૫૦૩૨૨/ ૩૨૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૯(૪),૩(૫),૨૯૬(બી),૧૨૬(૨) મુજબનો ગુનો રજી થયેલ હોઇ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ આ ગુનો શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોઇ જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમો બનાવી અલગ દિશામાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ શરૂ કરતાં જે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, હાલના ગુનામાં મેમદપુર, હાંસાપુર તથા રામનગર પાટણના કેટલાક ઇસમો સંડોવાયેલ છે અને જેઓએ મળી આ ગુનાને અંજામ આપેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત મળી આવતાં જૈ દિશામાં તપાસ કરી સંડોવાયેલ ઇસમોને અત્રેની કચેરીએ લાવી/બોલાવી જેમની ખંતપુર્વક પુછપરછ કરતાં જેઓએ પોતાના ગુનાની કબુલાત કરેલ હોઇ અને લુંટમાં લિધેલ રકમ, મોબાઇલ તથા ગુનામાં ઉપયોગ કરેલ વાહન, હથીયાર મોબાઇલ વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. એને જેઓને બી.એન.એસ.એસ.કલમ ૩૫(૧) ઇ,૧૦૬ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી સારૂ પાટણ તાલુકા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ભાવુજી વદનજી વલાજી ઠાકોર રહે.દુધસાગર ડેરીની પાછળ છાપરામાં, હાંસાપુર તા.જી.પાટણ
(ર) હિતેષજી અભુજી પ્રતાપજી ઠાકોર રહે.ઈન્દીરાનગર, મહેમદપુર તા.જી.પાટણ
(૩) કિર્તીસિંહ પરબતજી તરસંગજી ઠાકોર (ચાવડા) રહે.ચાવડાવાસ, મહેમદપુર તા.જી.પાટણ
(૪) સંજયજી અગરાજી બબાજી ઠાકોર રહે. ભેમોસણપુરા, રામનગર, પાટણ તા.જી.પાટણ
(૫) રાહુલજી કનુજી અરજણજી ઠાકોર રહે. ભદ્રાડા, રામનગર, પાટણ તા.જી.પાટણ
(૬) વિશાલજી સેંધાજી બચુજી ઠાકોર રહે.દુધસાગર ડેરીની પાછળ છાપરામાં, હાંસાપુર તા.જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડ રકમ રૂપિયા ૮૯,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૦,૦૦૦/-
(૩) વાહન નંગ-૩ કિ.રૂ.૧,૫૫,૦૦૦/-
(૪) મારક હથીયાર છરી નંગ-૧ કિ.રૂ.૧૦/-
એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૮૪,૦૧૦/-
