તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ વયનિવૃત પોલીસ અધિકારી / કર્મચારીઓ કે જેઓએ આશરે ૩૫ વર્ષથી વધારે સમય પોલીસ વિભાગમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવેલ હોઈ જેઓને સન્માનપુર્વક વિદાય મળી રહે તે આશયથી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ નાઓની સુચનાથી પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબનાઓની અધ્યક્ષતામાં પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એસ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એમ.એસ.દરબાર તથા ત્રણ પોલીસ કર્મચારીઓને માનભેર વિદાય સમારંભ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાટણ ખાતે યોજેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્રસિંહ બી.સોલંકી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરેશ જે.રેણુકા સાહેબ તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી/કર્મચારીઓ પરિવાર સાથે હાજર રહેલ અને વયનિવૃત થતા પોલીસ અધિકારી/કર્મચારીઓનું નિવૃત જીવન સશક્ત અને નિરોગી નિવડે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ. તથા પાટણ જીલ્લા પોલીસમાં તોઓએ બજાવેલ ફરજ બદલ સન્માનિત કરવામાં આવ્યા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
