પાટણના સાંતલપુરના ગડસઈ ગામે સામાન્ય વરસાદ મા પણ ભારે ગંદકી નું સામ્રાજ્ય પથરાયું છૅ.
ગડસઈ ગામનો માર્ગ સમી તાલુકાના 5 ગામને જોડતો માર્ગ હોય વાહન ચાલકો પરેશાન બન્યા છૅ.
તેમજ ગામ પંચાયત માં લોકો દ્વારા સરપંચ તલાટીને અનેક લેખિત, મૌખિક રજુઆત છતાં તંત્ર ના આંખ આડા કાન જોવા મળ્યા છૅ.
ગામમાં ભારે ગંદકી વચ્ચે ચાલવા મજબુર ગ્રામજનો બન્યા છૅ અને ગામ પંચાયતના સરપંચ ની તાનાશાહી વચ્ચે લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છૅ.
જેને લાઇને ગામમાં ગંદકીને લઇને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છૅ અને ગામમાં આરોગ્ય અને સ્વછતા સામે ઉભા થયા સવાલો છૅ.
ગડસાઈ ગામે ગંદકીમાં વાહન પસાર થતાં વાહનો ફસાઈ જવાની ઘટના તો ગ્રામજનો પણ આ કાદવ કીચડ વચ્ચે પસાર થવા બન્યા મજબુર છૅ.
ત્યારે સરકારશ્રી ની સ્વચ્છતા ઝુંબેશ ની પોકળ વાતો સાબિત કરતા આ દ્રશ્યો છૅ ગડસઈ ગામના જ્યાં તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છૅ.
સરકારશ્રી ની ગ્રાન્ટ નો ઉપયોગ માત્ર ને માત્ર કાગળ ઉપર છૅ ગામનો વિકાસ રૂંધાય રહ્યો હોય તેવા દ્રશ્યો મળ્યા જોવા તો ગડસાઈ ગામમાં વિકાસ ના નામે મીંડું,તો આગામી સમયમાં ગામમાં રોગચાળો ફાટે તો તંત્ર રહેશે જવાબદાર એવું ગ્રામજનો જણાવી રહ્યા છૅ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
