સાંતલપુર તાલુકા પંચાયતનું પોતાનું બિલ્ડીંગ જર્જરીત બનતા તેને ડેમેજ જાહેર કરવામાં આવ્યું હતું
છેલ્લા 15 વર્ષથી ડેમેજ જાહેર કરવામાં આવી છે પણ નવીન બિલ્ડીંગ બનાવવામાં આવી નથી અવારનવાર તાલુકાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી
અને જગ્યા પણ જોવામાં આવી છે પણ નવી બિલ્ડીંગનું કામ ચાલુ કરવામાં આવતું નથી છેલ્લા ત્રણ વર્ષથી તેવું સાંભળવા મળી રહ્યું છે
હાઈવે ઉપર તાલુકા પંચાયત બનશે પણ આજ દિન સુધી તેને ઈટ પણ માંડવામાં આવી નથી તેના પછી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું
તાલુકા પંચાયતનું પોતાનું બિલ્ડીંગ ખાલી કર્યા પછી તાલુકા પંચાયત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ખાલી કરાવ્યા પછી છેલ્લા આઠ વર્ષથી તાલુકા પંચાયત ઓફિસ જૂની તાલુકા પંચાયત બિલ્ડીંગની સામે ગ્રામ પંચાયતના રાજીભવન બિલ્ડીંગમાં ચાલુ કરવામાં આવી હતી જે જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી બેસે છે તે જગ્યા નાની હોય ત્રણ જગ્યાએ તેમના ડિપાર્ટમેન્ટ ચાલે છે ગ્રામ પંચાયતના રાજીવ ભવનમાં તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી અને બીજા ડિપાર્ટમેન્ટ મળશે જ્યારે શાખાના 30 જેટલા અધિકારીઓ ડીઆરડી શાખાની જૂની બિલ્ડીંગ માં બેસે છે જ્યારે બાંધકામ ખાતાના અધિકારીઓ તાલુકા પંચાયતના ક્વાર્ટર માં બેસે છે સમગ્ર તાલુકાના વિકાસની દોર જ્યાંથી શરૂ થાય છે તે તાલુકા વિકાસ અધિકારી અને તેની ટીમ છેલ્લા 15 15 વર્ષથી બિલ્ડીંગ વિના ભટકતા જોવા મળી રહે છે આજ દિન સુધી નવીન બિલ્ડિંગ ના બનતા બિલ્ડીંગ માં બેસી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે હવે ક્યારે સાતલપુર તાલુકા પંચાયતની નવી બિલ્ડીંગ છે તેની રાહ જોઈ રહ્યા છે
તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માએ જણાવ્યું કે
નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગ ની પ્રોસેસ પૂરી થઈ છે અને એસ્ટીમેન્ટ પણ બની ગયું છે હવે ટૂંક સમયમાં તેનું કામ ચાલુ થશે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
