પાટણ: ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાના આયોજનમાં આજે જિલ્લાભરના ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચશ્રીઓનું ભવ્ય સંમેલન અને સન્માન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવનિયુક્ત સરપંચશ્રીઓએ હાજરી આપી સમાજસેવા અને ગ્રામ વિકાસ માટે પોતાનું સમર્પણ વ્યક્ત કર્યું હતું.
આ વિશેષ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સહિત પ્રદેશ સ્તરના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ અને અન્ય મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન નવનિયુક્ત સરપંચશ્રીઓને શોલ, સન્માનપત્ર અને ફૂલમાળાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભાજપના નેતાઓએ સરપંચશ્રીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે,
આજે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સરપંચોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન મુજબ “સશક્ત ગ્રામ – સશક્ત ભારત”ના નિર્માણ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપવાની અપીલ કરી.
સમારંભને એક લોકપ્રિય અને ઉત્સાહભર્યો માહોલ મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉમંગપૂર્વક સંપન્ન થયો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
