July 3, 2025 11:32 pm

Radhanpur : રાધનપુર રાજગઢી પાસે ખુલ્લી ગટરમાં બાળક પડી જતા હડકંપ : 24 કલાકમાં ઢાંકણા ન બાંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

રાધનપુર નગરપાલિકાની વહીવટહીનતા દિવસે દિવસે ગંભીર બની રહી છે.

શહેરમાં ખુલ્લી ગટરો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, અને હવે આ વહીવટના કારણે નાનાં નિર્દોષ બાળકોનું જીવન જોખમાય તેવો બનાવ સામે આવ્યો છે.

આજે રાધનપુરના રાજગઢી સામે આવેલા દોસ્તી કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લી ગટરમાં શાળાનું એક નાનું બાળક પોતાની સાયકલ સાથે પડી ગયું હતું.

સદનસીબે ત્યાં હાજર રહેતા વેપારીઓએ તત્કાલ દોડીને બાળકને બચાવી લીધો અને મોટો દુર્ઘટનાગટતો અકસ્માત થતો અટકાવ્યો.

 

ગટરમાં લોખંડના ભારે અને જીવલેણ સળિયા મૂકાયેલા હતાં, જેનો જીવલેણ ખતરો રહેશે તે સ્વાભાવિક છે.

આ અંગે સ્થાનિક વેપારીઓએ અનેક વખત નગરપાલિકાને રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ઘટનાની જાણ થતાં  જ સ્થાનિક

વોર્ડ -૧ના કોર્પોરેટર જયાબેન ઠાકોર સાથે લીલાબેન મકવાણા તાત્કાલિક પહોંચ્યા હતા

જયાબેન દ્વારા નગરપાલિકા ને 24 કલાક આપવામાં આવ્યા

અને ઘટના અંગે વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ રાધનપુર નગરપાલિકામાં જઈ અધિકારીઓને મળ્યા અને 24 કલાકની અંદર ગટરના ઢાંકણા બાંધવાની કડક માગણી કરી છે.

કાર્યકરોએ ચેતવણી આપતાં જણાવ્યું કે,

“જો 24 કલાકમાં ગટરના ઢાંકણા બાંધવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરી રસ્તા રોકો જેવા ઉગ્ર આંદોલનના માર્ગે જઈશું.”

રાધનપુરના નાગરિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે,

અને લોકો માગ કરી રહ્યાં છે કે

નગરપાલિકા તત્કાલ ઘાટ પર પગલાં લે અને આવાં ખતરણાક ખુલ્લા ગટર બંધ કરે, જેથી નાગરિકોના જીવને સલામતી મળે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ