કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા નિક્ષય મિત્ર બની દર્દીઓને દત્તક લેવાનો અને પોષણ કીટ પહોંચાડવાનો નિશ્ચય
ટી.બી. હારેગા, દેશ જીતેગા! અભિયાનમાં સર્વેને જોડાવા અનુરોધ કરતા કલેકટરશ્રી
પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના હસ્તે આજરોજ કલેકટર કચેરી ખાતે ક્ષય રોગના દર્દીઓને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત અભિયાન હેઠળ પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અનોખી અને સમાજપ્રેરક પહેલ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ દ્વારા નિક્ષય મિત્ર બની જિલ્લાના ટી.બી.ના દર્દીઓને દત્તક લેવા અને તેમની સંપૂર્ણ સારવાર સુધી પોષણ કીટ પહોંચાડવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.
કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આ માનવતાભર્યા અને પ્રેરણાદાયક પ્રયાસ બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે હર્ષની લાગણી અનુભવી આભાર પ્રગટ કર્યો હતો.
કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે જણાવ્યું કે,
“દરેક વ્યક્તિના આરોગ્ય માટે પોષણ અત્યંત જરૂરી છે.
જ્યારે કોઈ ટી.બી.નો દર્દી પોષણ મેળવે છે ત્યારે તેની સારવાર વધુ અસરકારક બને છે
અને તે ઝડપથી સાજો થાય છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે આ રીતે સમાજમાં સાચી ફરજ બજાવી શકીએ છીએ.”
આ સાથે તેમણે જાહેર
પ્રતિનિધિઓ,પદાઅધિકારીઓશ્રી, એન.જી.ઓ અને સીએસઆર સંસ્થાઓને પણ આ સર્વ જનહિત અભિયાનમાં જોડાવા અને વધુમાં વધુ ટી.બી.ના દર્દીઓને દત્તક લઇને પોષણ કીટ આપી સહયોગ આપવા આહવાન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત અંતર્ગત ટી.બી.
મુક્ત ભારત બનાવવું એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક વ્યક્તિ અને સંસ્થા આ અભિયાનમાં ભાગ લેશે ત્યારે જ આ લક્ષ્ય સિદ્ધ થશે.”
ટી.બી. હારેગા, દેશ જીતેગા! અભિયાન પાટણ
જિલ્લામાં તબક્કાવાર યોજવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો, પોષણ કીટ વિતરણ તથા દત્તક લેવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
