પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા સેવા સદન ખાતે આવેલા મામલતદાર કચેરીમાં આજે સર્વર ડાઉન હોવાથી તમામ પ્રકારની કામગીરી પર અસ્થાયી બ્રેક લાગી ગયો છે.
CET પરીક્ષા પાસ કરનાર નાનાં બાળકો જાતિ દાખલાં માટે રજૂઆતો કરવા માટે કચેરી ખાતે હાજર રહ્યા, પરંતુ સર્વર ન ચાલતાં તેઓ અને તેમના વાલીઓ બિનજરૂરી હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે નાનાં વિદ્યાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા છે.
તેમના હાથમાં જરૂરી દસ્તાવેજો છે, પણ સામેથી કોઇ સહાય મળતી નથી.
હાલત અને સર્વર ડાઉન જેવી સમસ્યા તંત્રની બેદરકારીને સ્પષ્ટ કરે છે.
લોકોને પોતાનું કામ માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, તેમ છતાં પરિણામ શૂન્ય છે.
આમ સરકારી દફ્તરનું એ
સ્થાન જ્યાંથી સામાન્ય લોકોને દસ્તાવેજી કામ માટે સહાય મળે તે જ સ્થાન પર આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે સ્થાનિક વાલીઓમાં અસંતોષ ફેલાયો છે.
તંત્રએ તાત્કાલિક તકેદારી રાખી સર્વર સુધારણા તેમજ લાઇનમાં ઊભેલા નાનાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
