રાધનપુર: કોંગ્રેસમાં આંતરિક મતભેદો ફરી એકવાર ઊજાગર થયા છે.
ગત દિવસે રાધનપુર વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યકર સંમેલન દરમિયાન સાંતલપુર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અણદુભા જાડેજાની નારાજગી સામે આવી છે.
અણદુભા જાડેજાએ જણાવ્યું હતું કે,
“કોંગ્રેસ પાર્ટીમાં બધું જ પાર્ટી પ્રોટોકોલ મુજબ ચાલતું નથી.
સાચા કાર્યકર્તાઓની અવગણના થાય છે અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓને યોગ્ય સ્થાન મળતું નથી.
આવી રીતે કામકાજ ચાલશે તો પાર્ટીનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે નહીં.”
તેમણે ઉમેર્યું હતું કે, પાર્ટીના જવાબદાર નેતાઓએ સમયસર યોગ્ય પગલાં ન લે તો આવનારા સમયમાં પ્રદેશ તેમજ તાલુકા સ્તરે પાર્ટી નબળી પડી શકે છે. તેમની ટકોર મુજબ,
રાધનપુર વિધાનસભામાં આંતરિક કલહ અને દબાણની રાજનીતિ કાર્યકરોના મનોબળને હિંમતથી ભર્યા વિના ઉત્સાહ ખંખેરી રહી છે.
કોંગ્રેસના આ પ્રકારના આંતરિક વિખવાદો કોંગ્રેસના સંગઠન માટે પડકારરૂપ બન્યા છે
અને આજની સ્થિતિ જો આવી જ રહે તો પક્ષ માટે સ્થાનિક સ્તરે હાલત વધુ કઠિન બની શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
