ભારે વરસાદથી પ્રભાવિત રોડ-રસ્તાઓને પ્રાથમિકતા આપીને પૂર્વવત કરવાની કામગીરી પુરજોશમાં
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના લીધે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે.
કચ્છના માંડવી તેમજ ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદના લીધે ગઢશીશા-મઉ-કોટડી મહાદેવપુરી રસ્તા ઉપર આવેલા પોલડીયા ગામના એપ્રોચ રોડને નુકશાન થયું હતું.
પાણીના ધસારાથી કોઝવેના બંને તરફના એપ્રોચ રોડનું ધોવાણ થઈ ગયું હતું. પાણીના ઓવરટોપિંગના લીધે માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી.
જોકે, પાણી ઓસરી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પથ્થર, માટીથી પુરાણ કરીને જમીનને સમથળ કરવામાં આવી હતી. માર્ગ ઝડપથી પૂર્વવત થાય અને રાહદારીઓને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આ રસ્તાનું મરમ્મત કામ કરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી એપ્રોચને રિપેર કરીને રોડને પૂર્વવત કરવામાં આવ્યો છે.
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
