Patan : પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી પુરજોશમાં

માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લાનાં વિવિધ રાજ્ય ધોરીમાર્ગોની મરામત-ડામર પેચવર્કની કામગીરી કરાઈ

 

તાજેતરમાં રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર થયેલ નુકસાનને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

 

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વિવિધ રાજ્ય ધોરીમાર્ગો રીપેર કરવામાં આવી રહ્યા છે.

જેમાં શંખેશ્વર – બેચરાજી રોડ સ્ટેટ, ચાણસ્મા – પાટણ – ડીસા રોડ , કાંસા – સરિયદ – સાપ્રા, ઉન્દ્રા રોડ પર મરામતની જરૂરિયાત ધરાવતા રસ્તા પર ડામર પેચવર્ક કરીને વાહનચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें