The Gujarat Live News તરફ થી ખૂબ ખૂબ અભિનંદન
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામના યુવા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી દ્વારકેશભાઈ બાબુભાઈ આહીરની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે નિમણૂક થતા વિસ્તારમાં ખુશીની લહેર છે.
દ્વારકેશભાઈએ સતત પ્રયત્નો, સંઘર્ષ અને મહેનતથી આ પદ હાંસલ કરી છે.
તેમના આ મહત્વપૂર્ણ સરકારી હોદ્દા પર નિયુક્ત થવાથી સ્થાનિક ગ્રામ્ય યુવાનોમાં પણ નવી ઉર્જા અને આશાવાદ જોવા મળ્યો છે.
સમાજજનો, પરિવારજનો અને મિત્રમંડળ તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.
સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ તેઓ અગાઉથી સક્રિય રહ્યા છે અને તેમના કાર્યકુશળતાને આધારે તેઓને આ જવાબદારી મળવી છેવટે તેમના સમર્પણ અને લાયકાતનો પરિચય આપે છે.
વૌવા ગામ તથા સમગ્ર સાંતલપુર તાલુકા માટે આ પ્રસંગ એક ગૌરવની ક્ષણ તરીકે ઓળખાઈ રહ્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
