રસ્તાઓને ડામર પેચ તથા મેટલ પેચથી મરામત કરવામાં આવી રહ્યા છે
પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના વિવિધ તાલુકાઓના ક્ષતિગ્રસ્ત રસ્તાઓ મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
જિલ્લામાં ભારે વરસાદને લીધે દસ રોડ ધોવાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેમાંથી ૮ રોડ પર ડામર પેચ અને ૨ રોડ પર મેટલ પેચ વર્ક ની કામગીરી કરવામાં આવી છે. રોડ રસ્તાની મરામત માટે ૧૦ ટીમ કાર્યરત છે.
સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા ક્ષતિગ્રસ્ત થયેલ નાના-મોટા રોડ-રસ્તાઓને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણથી વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ ચાલુ કરાવી બંઘવડ – અરજણસર – ઘરવડી રોડ (ર) સંડેર – ડાભડી – રૂવાવી – ઉનાવા રોડ ઉપર મેટલ પેચવર્કની કામગીરી યુઘ્ઘના ઘોરણે શરૂ કરવામાં આવેલ છે.
તથા જિલ્લાના અન્ય તમામ તાલુકાઓના બાકીના રોડ ઉપર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓને માર્ગ અને મકાન પંચાયત વિભાગ, પાટણ ઘ્વારા યુઘ્ઘના ઘોરણે ડામર પેચ તેમજ મેટલ પેચથી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
