સાંતલપુર તાલુકાના ગરામડી ગામને નેશનલ હાઈવે નંબર 27 સાથે જોડતો ચાર કિલોમીટરના માર્ગની હાલત નર્ક સમાન બની ગઈ છે.
આખો રોડ તૂટી ગયો છે, કયાંય નામ નિશાન નથી, નાળાઓ પણ તૂટી ગયા છે
અને ઝાડ કટિંગનો અભાવ છે.
આ રસ્તે દિનપ્રતિદિન ગામના લોકો હાઇવે સાથે જવા અવરજવર કરે છે, પણ તૂટેલા રોડને કારણે તેમને ભારે તકલીફો સહન કરવી પડી રહી છે.
ગામજનોનો આ માર્ગ તેમના દૈનિક જીવન માટે અતિ જરૂરી છે —
શાળાઓ, હોસ્પિટલ, બજાર કે અન્ય નિત્ય પ્રવૃત્તિઓ માટે હાઇવે પર જવાનું હોવું પડે છે.
ખરાબ રસ્તાને કારણે મોટરસાયકલ, રિક્ષા કે ગાડીઓ દુર્ઘટનાનો ભય રહે છે.
ખાસ કરીને વરસાદી માળખામાં આ રસ્તો કીચડમય થઈ જતા ખતરનાક બની જાય છે.
રસ્તો મંજુર થઈ એક વર્ષ વીતી ગયું, પણ કામ શરુ થયું નથી
ગરામડી ગામના ઉપસરપંચ સવાભાઈ આહિરે જણાવ્યું હતું કે,
“ગામનો માર્ગ ડામર નો છે ઘણા વર્ષોથી તૂટી ગયો છે.
એક વર્ષ પહેલાં નવો રોડ મંજુર થયો હતો,
પરંતુ અત્યાર સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગામના લોકો દિવસે અનેક વખત હાલાકી ભોગવે છે.”
ગ્રામજનોની તાત્કાલિક માંગ
ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
નવો રોડ બને તેટલું વહેલું કામ શરૂ કરવામાં આવે નહીં તો પ્રજામાં રોષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
