પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અઘાર ગામે પ્રોહી. અંગે રેઇડ કરતાં મહેન્દ્રસિંહ ધુડાજી ઠાકોર રહે.અઘાર માઢપાર્ટી તા.સરસ્વતી વાળાને ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-૧૦૩૬ કિં.રૂ.૨,૫૫,૧૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ સદર મુદ્દામાલ મંગાવનાર અને પુરો પાડનાર અન્ય ત્રણ ઇસમો સહિત કુલ ૦૪ આરોપીઓ વિરૂધ્ધ સરસ્વતી પો.સ્ટે. પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી. કરાવેલ છે. અને આગળની તપાસ સરસ્વતી પો. સ્ટે દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) મહેન્દ્રસિંહ ધુડાજી ઠાકોર રહે.અઘાર માઢપાર્ટી તા.સરસ્વતી જી.
પકડવાના બાકી આરોપીઓની વિગત:-
(૧) ઠાકોર માંડુજી દલપતજી
(૨) સુરેશજી ધીરાજી ઠાકોર
(૩) જગતસિંહ ઉર્ફે જગ્ગજી પ્રહલાદજી ઠાકોર
રહે.તમામ અઘાર માઢપાર્ટી તા.સરસ્વતી જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-૧૦૩૬ કિં.રૂ.૨,૫૫,૧૪૦/-
